મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ પરવાનગીની ઓફલાઇન અરજીઓ લેવનું બંધ: eNagar ઉપર ઓનલાઈન જ અરજી કરી શકાશે


SHARE









મોરબીમાં વિકાસ પરવાનગીની ઓફલાઇન અરજીઓ લેવનું બંધ: eNagar ઉપર ઓનલાઈન જ અરજી કરી શકાશે

મોરબી મહાનગરપાલિકામાં અત્યાર સુધી મહાપાલિકા દ્વારા વિકાસ પરવાનગી સંબધિત અરજીઓ ઓફલાઇન સ્વીકારવામાં આવતી હતી જો કે તેને હવે સંપુર્ણપણે બંધ કરવામાં આવેલ છે. અને મહાપાલિકા દ્વારા eNagar પ્લેટફોર્મ પર જ વિકાસ પરવાનગી સંબધિત અરજીઓ સ્વીકારવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે.

મોરબી મહાનગરપાલિકા તા. ૦૧/૦૧/૨૦૨૫ના રોજ અસ્તિત્વમાં આવ્યા બાદ સરકારની સુચના મુજબ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઓફલાઇન પરવાનગી આપવાની પ્રક્રિયા અમલમાં હતી. જે હવે eNagar પોર્ટલ સંપુર્ણપણે કાર્યરત થયેલ હોવાથી નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળતાથી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય અન્વયે રાજ્ય સરકારના eNagar ઓનલાઈન પ્લેટફોર્મ પર જ વિકાસ પરવાનગી સંબધિત અન્ય પરવાનગીઓ જેવી કે, બિલ્ડીંગ યુઝ પરમિશન (BU), ઝોનિંગ સર્ટિફિકેટ, પાર્ટ પ્લાન,  POR  (પર્શન ઓન રેકર્ડ) રજીસ્ટ્રેશન, જેવી બાબતોની અરજી ફક્ત ઓનલાઇન જ કરવાની રહેશે. મહાનગરપાલિકાની આ વ્યવસ્થાથી સમયની બચત થશે તથા અરજદારોને કચેરીની મુલાકાત લેવાની જરૂરિયાત રહેશે નહીં અને તેઓની અરજી પરની કાર્યવાહી ત્વરિત થશે. અને હવે મહાપાલિકા દ્વારા અરજીઓ ઓફલાઇન સ્વીકારવાનું સંપુર્ણપણે બંધ કરવામાં આવેલ છે.




Latest News