ટંકારાના મિતાણા પાસે કારખાનામાં ચક્કર આવતા પડી ગયેલા આધેડને માથામાં ઇજા થતાં મોત
SHARE









ટંકારાના મિતાણા પાસે કારખાનામાં ચક્કર આવતા પડી ગયેલા આધેડને માથામાં ઇજા થતાં મોત
ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન ચક્કર આવતા પડી જવાથી આધેડને માથામાં ઇજા થઇ હતી અને તેઓને સારવાર માટે તાત્કાલીક રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓનું મૃત્યુ નીપજયું હતું અને આ બનાવની જાણ ટંકારા પોલીસને કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન લલૂભાઈ તેરસીંગભાઈ ગણાવા (ઉંમર ૫૦) રહે. ગાયત્રીનગર સોસાયટી ટંકારા વાળાને ચક્કર આવતા તે પડી ગયા હતા જેથી કરીને તેઓને માથામાં ઇજા થઇ હોય તેમને રાજકોટ ખાતે તાત્કાલિક સારવાર માટે લાવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
યુવાનનું મોત
ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે અંબારામભાઈ મોહનભાઈની વાડી રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી કુવરસિંહ મોહનસિંહ ચમકા જાતે આદીવાસી (ઉ.૩૭) નું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
