જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફિરકી ઝડપાઇ: બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં ઘરમાંથી પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફિરકી ઝડપાઇ: બે આરોપીની ધરપકડ

મોરબી શહેરના મહેન્દ્રપરા શેરી નંબર 15 માં રહેતા શખ્સનાં રહેણાંક મકાનની અંદર પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકીનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 17 ચાઈનીઝ ફીરકી મળી આવતા 6800 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે એક આરોપીને પકડ્યો છે અને માલ આપનારનું નામ સામે આવ્યું હતું જેથી બે શખ્સોની સામે ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં બીજા આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મકરસંક્રાંતિ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને ચાઈનીઝ ફિરકી તથા તુક્કલને ઉડાવા ઉપર તેમજ સંગ્રહ અને વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મુકતા જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે તેમ છતાં પણ ઘણી જગ્યાએ ચાઈનીઝ ફીરકીનું વેચાણ થતું હોય તેવું સામે આવ્યું છે દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને મળેલી હકીકત આધારે મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 15 માં રહેતા માહિરભાઈ પાયકના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફિરકી મળી આવતા પોલીસે 6800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી માહીરભાઈ મુસ્તાકભાઈ પાયક (19) રહે. મહેન્દ્રપરા શેરી નંબર 15 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન આ ફીરકી તેને વિપુલભાઇ હસમુખભાઇ રહે. મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હોવાથી બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતી અને બીજા આરોપી વિપુલભાઇ હસમુખભાઇ હિરાણી (42) રહે. સાવસર પ્લોટ મોરબી વાળાને પણ પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

એક બોટલ દારૂ

મોરબીમાં વાઘપરના નાકા પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા 648 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરવામાં આવી હતી અને આરોપી સંજયભાઈ પ્રભુભાઈ દસાડીયા (42) તેમજ યશભાઈ રાજુભાઈ ત્રિવેદી (41) રહે. બંને ખત્રીવાડ શેરી નંબર-2 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News