મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી-બચત માટે જાગૃતિ રેલી યોજાઇ


SHARE









મોરબીમાં પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી-બચત માટે જાગૃતિ રેલી યોજાઇ

મોરબીમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજીને ઉર્જા બચત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોકડ્રિલ, ફીડરોની ચકાસણી, વીજ સલામતીની પ્રતિજ્ઞા, ઉર્જા બચત રેલી યોજીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

મોરબીમાં પી.જી.વી.એલ. દ્વારા ડીસેમ્બર ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા ઊર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી દરમ્યાન મોરબીમાં પીજીવીસીએલ કચેરીથી વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક્ષક ઇજનેર ડી.આર. કારીયા સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વીજ સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ રેલી પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ મયુર પુલ, નગર દરવાજા, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ અને ભક્તિનગર સર્કલ ખાતે પૂરી કરવામાં આવી હતી આ રેલી થકી લોકોને સોલાર કુકર, સોલાર હિટર, ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવી તેમજ વીજળીનો બિનજરૂરી ઉપયોગ ટાળી વીજળી બચાવવા સંદેશો આપ્યો હતો.




Latest News