માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપની પ્રેરણાદાપી પહેલ:  મોરબીમાં ઈન્ડિયન હ્યુમન રાઇટ્સ એસો. દ્વારા માનવ અધિકાર દિવસ ઉજવાયો


SHARE







મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપની પ્રેરણાદાપી પહેલ:  મોરબીમાં ઈન્ડિયન હ્યુમન રાઇટ્સ એસો. દ્વારા માનવ અધિકાર દિવસ ઉજવાયો

પાટીદાર વુમન્સ ગ્રુપ અનેકવિધ સેવાકીય કાર્યક્રમ કરે છે તેવામાં ગ્રુપના અગ્રણીના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને દિવ્યાંગ બાળકોને હાસ્ય પ્રદાન કરીને જન્મ દિવસ ઉજવવામાં આવેલ હતો. મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપના કાજલબેન આદ્રોજાના પુત્ર ખુશ ના જન્મ દિવસની  માં મંગલમૂર્તિ શાળામાં દિવ્યાંગ બાળકો સાથે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દિવ્યાંગ બાળકો સાથે કેક કટીંગ કરીને તેઓને ભોજન કરાવ્યુ હતું આ તકે સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, ડો અંકિતા પટેલ, આશાબેન ભાલોડિયા, કવિતાબેન સહિતના સભ્યો સહભાગી થયા હતા. જયારે ઈન્ડિયન હ્યુમન રાઇટ્સ એસો. મોરબી જિલ્લા દ્વારા વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે અનાથાશ્રમમાં જઈને અનાથાશ્રમના બાળકોને નાસ્તો કરાવીને બુક અને પેન આપીને વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સ્ટેટ પ્રમુખ હિતેશ ભટ્ટ, મોરબી જિલ્લા પ્રમુખ મહેંદ્રભાઈ કચૉટ, મહામંત્રી વિજયભાઈ ચાવડા, ચંદ્રકાંત વિરમગામ, વિજય ડાંગર, ચિરાગ રાઠોડ, અસલમ શેખ, દિલીપભાઈ ડાંગર, કનૈયાલાલ પટેલ, રવિ સંચલા, કાર્તિક રાજગોર, જયરાજ ભટી, સુનિલ પટેલ સહિતના હાજર રહ્યા હતા






Latest News