મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબીમાં 5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડ, કુલ 5 ઝડપાયા


SHARE













મોરબીમાં 5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડકુલ 5 ઝડપાયા

મોરબીના પીપળી રોડ ઉપર દુકાને બેઠેલા યુવાનના ભાઈ પાસેથી પાંચ કરોડ રૂપિયા લેવાના હતા જેથી ઉઘરાણી કરવા માટે પાંચ જેટલા શખ્સોએ યુવાનને મારમાર્યો હતો અને ત્યાર બાદ તે યુવાનનું આરોપીઓએ અપહરણ કર્યું હતું અને વાડીએ લઈ જઈને ત્યાં માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીમાં ત્રાજપર પાછળ આવેલ રવિનગરમાં રહેતા અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સોઢા (25) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પિયુષભાઈ પટેલનવઘણભાઇભગીભાઈ તથા અજાણ્યા શખ્સની સામે અપહરણની ફરીયાદ નોંધાવી હતી જેમાંજણાવ્યું હતું કેપિયુષભાઈ પટેલને ફરીયાદીના ભાઈ નરસિંઘ સોઢા પાસેથી 5 કરોડ રૂપીયા લેવાના હતા જેથી પિયુષભાઈ પટેલ સહિતના તમામ આરોપીઓ મોરબીના પીપળી રોડ ઉપર કોયો સિરામિક પાસે આવેલ ફરિયાદીની સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાન ખાતે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને મારમાર્યો હતો અને ત્યાર બાદ એક બ્લેક કલરની કારમાં ફરીયાદીનું અપહરણ કરીને તેને ભરતનગર પાસે આવેલ વાડીએ લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીને લાકડી તથા ઢીકાપાટુ અને પટ્ટા વડે મારમારીને મુઢ ઈજાઓ કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં પહેલા આરોપી નવઘણ ઉર્ફે ખુટિયો વેલજીભાઈ સોઢા રહે. જેતપરભગીરથભાઈ રતિલાલ ઠોરીયા રહે. બગથળા અને પિયુષભાઈ હસમુખભાઈ લોરીયા રહે. લુટાવદર વાળાની ધરપકડ કરી હતી. અને એક ફોર્ચ્યુનર ગાડી કબજે કરી હતી ત્યાર બાદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તિવારી અને તેની ટીમે આરોપી હાર્દિકભાઈ શામજીભાઈ થોરીયા (33) રહે બગથળા અને હસમુખભાઈ બહાદુરભાઇ પાટડીયા (30) રહે મહેન્દ્રનગર સામે ગાયત્રી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કહે છે અને તેની પાસેથી એક બેઝ કાર કબ્જે કરેલ છે અને અપહરણના ગુનામાં પકડાયેલ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News