મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપનો ભવ્ય વિજય થતાં મોરબી જિલ્લા આપ દ્વારા કરાઇ ઉજવણી


SHARE







પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપનો ભવ્ય વિજય થતાં મોરબી જિલ્લા આપ દ્વારા કરાઇ ઉજવણી

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 70 ટકાથી પણ વધારે સીટ જીતીને પ્રચંડ બહુમતીથી મળેલ વિજયને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. આ જીતએ આમ આદમી પાર્ટીની કામની રાજનીતિની જીત છે. પંજાબના લોકોએ કામની રાજનીતિ પર ભરોસો મૂકીને 4 વર્ષ દરમિયાન કરેલા આમ આદમી પાર્ટીના કામોને જોઈને પ્રચંડ જીત અપાવી હતી અને ખોટા વાયદાઓ કરેલ પાર્ટીઓને ઘરભેગી કરી હતી. આવી જ રીતે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવી કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા તથા મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં લોકો આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને જ સ્વીકારશે જેનો અમને વિશ્વાસ છે. આ ઉજવણી સમયે પંકજભાઈ રણસરિયા, મહાદેવભાઇ પટેલ, કે.ડી.બાવરવા સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા






Latest News