મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે કાર ચાલકે એક્ટિવને હડફેટે લેતા ઇજા પામેલા આધેડ સારવારમાં


SHARE





મોરબીના બાયપાસ રોડે કાર ચાલકે એક્ટિવને હડફેટે લેતા ઇજા પામેલા આધેડ સારવારમાં

મોરબીમાં કંડલા બાયપાસ રોડ ઉપર ડીવાઇન પાર્ક સોસાયટીની સામે એક્ટિવાને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ સામે મારુતિ નંદન એપાર્ટમેન્ટ બ્લોક નંબર 604 માં રહેતા સુજલભાઈ અશ્વિનભાઈ કાનાણી (20)એ કાર નંબર જીજે 36 એસી 3977 ના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે કંડલા બાયપાસ રોડ ઉપર ડીવાઇન પાર્ક સોસાયટીની સામેની બાજુએથી ફરિયાદીના પિતા અશ્વિનભાઈ કાનાણી એક્ટિવા નંબર જીજે 3 એફએચ 6874 લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેના એકટીવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને ચેહરા, ડાબા પગમાં ફ્રેક્ચર તથા હાથે પગે અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News