મોરબીના યુવાનને બિરલા કલરની એજન્સી આપવાનું કહીને 3.68 લાખની ઠગાઇ
SHARE
મોરબીના યુવાનને બિરલા કલરની એજન્સી આપવાનું કહીને 3.68 લાખની ઠગાઇ
મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા યુવાનને બિરલા કલરની એજન્સી આપવાની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ તેની સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે અને યુવાન પાસેથી 3,68,500 મેળવી લીધા બાદ તેને બિરલા કલરની એજન્સી આપવામાં આવેલ નથી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ રતિલાલ કંઝારીયા (33)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને 2 મોબાઈલ નંબરના ધારક, 2 બેન્ક એકાઉન્ટના ધારક તથા 1 ઈમેલ એડ્રેસના ધારક અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે હાલમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ ફોન અને ઇમેલથી સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદી યુવાનને વિશ્વાસમાં લઈને તેને બિરલા કલરની એજન્સી આપવાની લાલચ આપવામાં આવી હતી અને તેની પાસેથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરાવીને કુલ મળીને 3,68,500 રૂપિયા આરોપીઓએ મેળવી લીધા હતા અને ત્યારબાદ યુવાનને બિરલા કલરની એજન્સી આપવામાં આવેલ નથી અને તેની સાથે ઠગાઇ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાનને નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ ગુનાની તપાસ એ ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલ ચલાવી રહ્યા છે.









