મોરબીના બાયપાસ રોડે કાર ચાલકે એક્ટિવને હડફેટે લેતા ઇજા પામેલા આધેડ સારવારમાં
મોરબી નજીક કોમ્પલેક્ષના ત્રીજા માળે ઓરડીમાંથી 79 બોટલ દારૂ મળ્યો: 2.54 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
SHARE
મોરબી નજીક કોમ્પલેક્ષના ત્રીજા માળે ઓરડીમાંથી 79 બોટલ દારૂ મળ્યો: 2.54 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેલવી પ્લાઝા નામના કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલ ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકતા મળી હતી જેથી ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિનવારસી ઓરડીમાંથી દારૂની મોંઘી દાટ 79 બોટલ મળી આવતા પોલીસે 2,54,435 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલ સામે કોનેલ સીરામીકની બાજુમાં આવેલ કેલવી પ્લાઝાના ત્રીજા માળે બિનવારસી ઓરડીની અંદરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોંઘી દાટ 79 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,54,435 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા (32) રહે. શિવ પાર્ક સોસાયટી શેરી નં-3 ધરમપુર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કરવામાં આવી હતી