મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કોમ્પલેક્ષના ત્રીજા માળે ઓરડીમાંથી 79 બોટલ દારૂ મળ્યો: 2.54 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ


SHARE







મોરબી નજીક કોમ્પલેક્ષના ત્રીજા માળે ઓરડીમાંથી 79 બોટલ દારૂ મળ્યો: 2.54 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેલવી પ્લાઝા નામના કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલ  ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકતા મળી હતી જેથી ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિનવારસી ઓરડીમાંથી દારૂની મોંઘી દાટ 79 બોટલ મળી આવતા પોલીસે 2,54,435 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલ સામે કોનેલ સીરામીકની બાજુમાં આવેલ કેલવી પ્લાઝાના ત્રીજા માળે બિનવારસી ઓરડીની અંદરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોંઘી દાટ 79 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,54,435 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા (32) રહે. શિવ પાર્ક સોસાયટી શેરી નં-3 ધરમપુર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News