મોરબી-હળવદમાં ગોગો સ્ટિક અને રોલિંગ પેપરનું વેચાણ કરતાં બે વેપારી સામે કાર્યવાહી
SHARE
મોરબી-હળવદમાં ગોગો સ્ટિક અને રોલિંગ પેપરનું વેચાણ કરતાં બે વેપારી સામે કાર્યવાહી
મોરબીના નીચ માંડલ ગામ પાસે આવેલ પાનની દુકાનમાં તથા હળવદમાં આવેલ પાનની દુકાનમાં જુદી જુદી બે જગ્યા ઉપર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ગોગો સ્ટિક અને રોલિંગ પેપરનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને કુલ મળીને 65 ગોગો સ્ટીક તથા 5 રોલિંગ પેપર કબજે કર્યા હતા અને બે વ્યક્તિને પકડીને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી હળવદ હાઈવે રોડ પર આવેલ નીચીમાંડલ ગામની સીમમાં શિવ કોમ્પલેક્ષમાં આવેલ રાધે પાન નામની દુકાનમાં ગેરકાયદે ગોગો સ્ટીકનું વેચાણ થતું હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 35 નંગ ગોગો સ્ટિક મળી આવતા પોલીસે આરોપી વિપુલભાઈ વનજીભાઈ કૈલા (35) રહે. ઉમા રેસીડેન્સી ઘૂટું રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે હળવદમાં એસઓજીની ટીમ દ્વારા મોરબી ચોકડી પાસે આવેલ કનૈયા પાન નામની દુકાનમા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ગોગો સ્ટીક 30 નંગ તથા રોલિંગ પેપર 5 નંગ મળી આવતા પોલીસે નારણભાઈ દેવશીભાઈ હાડગળા (35) રહે મયુરનગર તાલુકો ધાંગધ્રા વાળાને પકડીને તેની સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.