મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાની ઓફિસમાં સગીરા સાથે અડપલાં કરનારા શખ્સને પકડીને જેલ હવાલે કરાયો


SHARE













મોરબી નજીક કારખાનાની ઓફિસમાં સગીરા સાથે અડપલાં કરનારા શખ્સને પકડીને જેલ હવાલે કરાયો

મોરબી નજીકના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ કારખાનામાં કામ કરવા માટે ગયેલ માતા સાથે ગયેલી સગીરા સાથે અડપલા કરવામાં આવ્યા હતા. જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુપરવાઇઝર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસ આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે.

મોરબી તાલુકાના ટિંબડી ગામ નજીક આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનાની અંદર ઓફિસમાં કામ કરવા માટે માતા ગઈ હતી અને તેની સાથે તેની સગીર દીકરી પણ ત્યાં હતી ત્યા તે કારખાનામાં ઓફિસના વેઇટિંગ એરિયામાં હતી ત્યારે કારખાનાના સુપરવાઇઝર દ્વારા તે સગીરા સાથે અડપલા કરવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલ સગીરાની માતામોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ કરી રહેલા પીએસઆઇ ડી.ડી.જોગેલા અને તેની ટીમ દ્વારા આરોપી દિલીપભાઈ મગનભાઈ બારવા (48) રહે. પંચાસર રોડ મોરબી વાળાને પકડીને મોરબી કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતો પ્રતિક જગદીશ (25) નામનો યુવાન ભડીયાદ રોડ ઉપર આવેલ તળાવ પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે એકટીવા સાથે બાઅથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામે યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

વૃદ્ધ સારવારમાં

મુળી તાલુકાના સરા ગામે રહેતા નરસીભાઈ વરમોરા (75) નામના વૃદ્ધ મોરબીની મહેન્દ્ર ચોકડી પાસે હતા ત્યારે અજાણ્યા વાહન સાથે અથડાતા તેઓ બેભાન થઈ ગયા હતા અને તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા જાનીબેન ગોવાભાઇ મુંધવા (56) નામના આધેડ મહિલા વાડીએ જતા હતા ત્યારે બાઈસાબ ગઢ ગામના રસ્તે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News