વાંકાનેરના મહીકા ગામ પાસે 22 દુકાનો ભાડે આપીને પોલીસને જાણ કરનારા દુકાનદાર સામે ગુનો નોંધાયો
મોરબીમાં મહાપાલિકાની ટીમે પકડેલ ગાયોને છોડાવી ગયેલ બે મહિલા સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં મહાપાલિકાની ટીમે પકડેલ ગાયોને છોડાવી ગયેલ બે મહિલા સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી પાસે મહાપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી દ્વારા ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન ત્યાં આવેલ બે મહિલાઓ દ્વારા તેઓની સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને તેઓની ગાયોને છોડાવી જવામાં આવી હતી આમ મહાપાલિકાના કર્મચારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હોય ભોગ બનેલ કર્મચારી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના જુદા જુદા વિસ્તારમાં રજડતા ઢોરને પકડવા માટે થઈને મહાપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે અને હાલમાં કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારી દ્વારા તે કામગીરી કરવામાં આવે છે દરમિયાન મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર રખડતા ઢોર પકડવા માટેની કામગીરી કરતા વિપુલભાઈ લખમણભાઇ છૈયા (29)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવુબેન ભરવાડ અને ભાનુબેન ભરવાડ રહે. બંને કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળા સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 7/11 ના રોજ પોણા બારેક વાગ્યાના અરસામાં મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટી પાસે ફરિયાદી તથા સાહેદો મહાપાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર રખડતા ઢોર પકડવા માટેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે બંને મહિલાઓ ત્યાં આવી હતી અને ઉગ્ર અવાજે બોલાચાલી કરીને મહાપાલિકાની ટીમ દ્વારા પકડવામાં આવેલ ગાયોને છોડાવી જવામાં આવી હતી જેથી ફરિયાદી તથા સાહેદોની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવેલ હોય હાલમાં કર્મચારીઓ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બે બોટલ દારૂ
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ઝારકો સીરામીક નજીકથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 200 ની કિંમતના દારૂના જથ્થા સાથે લખમણભાઇ રમેશભાઈ કગથરા (19) રહે. હાલ સનાળા ગામ પ્લોટ વિસ્તાર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.









