મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીના શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને સત્યમ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કેમ્પ     યોજાશે.આગામી રવિવાર તા. ૨૧-૧૨ ના રોજ સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ત્રીજો માળ, નીલકંઠ પ્લાઝા-૨, નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલા સોસાયટીની બાજુમાં, મોરબી ખાતે યોજાશે.કેમ્પ દરમિયાન ડાયાબિટીસ તેમજ તેની સાથે જોડાયેલી બી.પી., કિડની, હૃદય, લીવર અને નસોની તકલીફ અંગે નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે.આ કેમ્પમાં ડૉ. પુનિત પડ્સુંબીયા (મોટી ઉમરે થતા રોગના નિષ્ણાત) અને ડૉ. ધર્મેશ ભાલોડિયા (એમડી) દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે. કેમ્પમાં આવનારા દર્દીઓને પોતાની અગાઉની મેડિકલ રિપોર્ટ્સ સાથે લાવવાની વિનંતી કરવામાં આવી છે.કેમ્પ માટે પૂર્વ અપોઇન્ટમેન્ટ ફરજિયાત રહેશે.અપોઇન્ટમેન્ટ માટે મો.૯૫૧૨૪ ૧૦૦૫૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.
 





Latest News