મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે કરિયાણા મર્ચન્ટ એસો.ની મીટીંગ: નવા પ્રમુખ સહિતના હોદેદારોની કરશે વરણી


SHARE







મોરબીમાં રવિવારે કરિયાણા મર્ચન્ટ એસો.ની મીટીંગ: નવા પ્રમુખ સહિતના હોદેદારોની કરશે વરણી

મોરબીમાં કરિયાણા મર્ચન્ટ એસો.ની જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે આ મીટીંગ યોજાવાની છે જેમાં નવા પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન કાર્યરત છે જોકે છેલ્લા ઘણા સમયથી તેની મીટીંગ મળી ન હતી પરંતુ સાત વર્ષ બાદ આગામી રવિવારને તા. 28/12 ના રોજ જનરલ મિટિંગ રાખવામાં આવેલ છે જે મિટિંગમાં એસો.ના નવા પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવનાર છે અને આ મીટીંગ મોરબીમાં આવેલ મોઢવણિક જ્ઞાતિની વાડી ગાંધીચોક ખાતે રાખવામાં આવી છે વધુમાં આ મિટિંગના આયોજકોએ જણાવ્યું છે કે, વર્ષ 2026 માટે મોરબીના રિટેલ કરિયાણાના વેપારીઓની સભ્ય ફી ભરવા માટે તેમજ નવા સભ્યોને જોડાવા માટે આગામી શનિવાર તા. 27/12 સુધી તે પોતાની ફી જમા કરાવી શકશે અને ફી જમા કરવા માટે અને નવા સભ્ય બનવા માટે સચિનભાઈ ભગત (ભગત દામોદરદાસ મોહનલાલ, ગાંધીબજાર 9879880008) તથા રુદ્ર પ્રોવિઝન હિતેનભાઈ (લોહાણાપરા-2 મોરબી, 98252 31831) નો સંપર્ક કરવા માટે જણાવ્યું છે






Latest News