મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

અટલ બિહારી બાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી નિમિતે ટીબીના દર્દીઓને કચ્છના સાંસદ તરફથી પોષણ કીટનું વિતરણ કરાયું


SHARE









અટલ બિહારી બાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી નિમિતે ટીબીના દર્દીઓને કચ્છના સાંસદ તરફથી પોષણ કીટનું વિતરણ કરાયું

“ટીબી મુક્ત ભારત” ૨૦૨૫ સુંધીમાં ભારતભરમાંથી ટીબી નાબુદ થાય તેવો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે તેને સાર્થક કરવા સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રયત્નોને સફળ બનાવવા નિક્ષય મિત્ર બનવા કોર્પોરેટ ક્ષેત્ર, સ્વેચ્છીક સંસ્થાનો, સંગઠનો અને દરેક રાજકીય દલો, જન પ્રતિનિધિઓ ને આહ્વાન કરતાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદભાઇ ચાવડાએ સમાજ નવનિર્માણના સહયોગ સાથે આજે કચ્છ વિસ્તારમાં ૧૦૦ થી વધુ ૯૨ % ટીબી રોગના દર્દીઓને જરૂરી પોષણ કીટ નું વિતરણ કર્યું હતું.

અટલ બિહારી બાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી પર ૨૫ મી ડિસેમ્બર સુશાસન દિવસ નિમિતે ૯૨ % થી વધુ ક્ષય રોગ ગ્રસ્તોને ૧૦૦ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે ટીબી વૈશ્વિક સમસ્યા છે તેને નિર્મુલન કરવા નિઃશુલ્ક નિદાન અને સારવાર તેમજ નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર્દીઓની સારવાર પૂર્ણ થાય ત્યાં સુંધી તેમને પોષણકીટ અને જરૂરી દવાઓ આપવા માટે હું સંકલ્પ બધ્ધ છું. ભારત સરકાર દ્વારા “કોમ્યુનિટિ સપોર્ટ ટુ ટીબી પેશન્ટ” પહેલ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા ક્ષય અધિકારી દ્વારા સારવાર લેતા ટીબીના દર્દીઓની સારવાર માટે માર્ગદર્શન મળે છે. સ્વેચ્છીક સંસ્થાઓ, સંગઠનો, સામાજીક કાર્યકરો, મારા સાથી મિત્રોને આ સંકલ્પ પરિ પૂર્ણ માટે સહકાર આપવા અપીલ કરૂ છું. તેમ સાંસદ ચાવડાએ જણાવ્યુ હતું. આ તકે ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા અધ્યકક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.




Latest News