મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

કચ્છ જીલ્લામાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ ની ૩૧ સ્પર્ધાઓમાં ૫૦૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો: વિનોદભાઇ ચાવડા


SHARE









કચ્છ જીલ્લામાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ ની ૩૧ સ્પર્ધાઓમાં ૫૦૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો: વિનોદભાઇ ચાવડા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “હમ ફીટ તો, ઇન્ડિયા ફીટ”  આહ્વાન થી દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫” અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓનો આયોજન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને નિખારવા હેતુ આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બરથી કચ્છ જીલ્લાના વિવિધ સ્થળો પર જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું.

સાંસદ વિનોદભાઇએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ - ખેલાડીઓના કૌશલ્યને નિખારવા માટેનું એક ઉત્તમ મંચ છે. જેના માધ્યમથી અનેક ખેલાડીઓએ બમણા ઉત્સાહથી ભાગ લઈને તેમની જીતના લક્ષ્યને સાકાર કરવા માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમજ આ ખેલ મહોત્સવથી સ્થાનિક સ્તરે યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો અનેરો અવસર પણ મળ્યો છે.ફિટ યુવા-વિકસિત ભારત તરફનું એક સશક્ત પગલું છે. જેથી કચ્છ લોકસભા વિસ્તારમાં ૩૧ થી વધુ સ્પર્ધાઓનો આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધાઓમાં કુલ ૫૦૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની “જો ખેલતા હૈ, વહી ખીલતા હૈ – He Who Plays, Shines” ની પ્રેરણાથી તથા “વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવાની કટીબદ્ધતા સાથે કચ્છ લોકસભા વિસ્તારમાં આયોજિત “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” એક યાદગાર ખેલ સ્પર્ધા બની ગઈ છે. સાંસદ ખેલ મહોત્સવ‌ થકી યુવાઓની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું જે યુવાનોની ઉર્જા, ઉત્સાહ અને ઉમંગ સાથેનો એક રમતોત્સવ સાબિત થયો. સાંસદ સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, સર્વ નરેન્દ્ર પ્રજાપતિ, હિતેશભાઈ ખંડોલ, દિનેશભાઇ ઠક્કર, વાલજીભાઇ આહીર, શ્રીમતી પારૂલબેન કારા, મિતભાઈ ઠક્કર, દાદુભા ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતાઓ તેમજ સ્પર્ધકોને શિલ્ક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 




Latest News