મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રાજયકક્ષાનો યુવા મહોત્સવ યોજાયો: 20 જિલ્લામાંથી સ્પર્ધકો આવ્યા


SHARE













મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રાજયકક્ષાનો યુવા મહોત્સવ યોજાયો: 20 જિલ્લામાંથી સ્પર્ધકો આવ્યા

રાજ્યકક્ષા યુવા મહોત્સવ- 2025/26 નું મોરબીના આંગણે આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ટંકારાના ધારાસભ્યની હાજરીમાં તેને ખુલ્લો મૂકવામાં આવેલ હતો અને પ્રથમ દિવસે લોકનૃત્ય અને લોકગીત સહિત રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે એવી પાંચ સ્પર્ધાઓનો ભાગ- 1 માં આયોજન કરવામાં આવ્યું હતું.

 મોરબીમાં આવેલ ગ્લોબલ વેદાંત સ્કૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ પડસુંબિયા સહિતના રાજકીય આગેવાનો તેમજ શાળાના સંચાલકો સહિતના હાજર રહ્યા હતા. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટેના સરકાર દ્વારા અનેક પ્રેરણાદાયી કાર્યક્રમો કરવામાં આવે છે. અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેનાથી બાળકો અને યુવાઓને ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કલા મહાકુંભ, યુવા મહોત્સવ, વાંચશે ગુજરાત, રમશે ગુજરાત, ખેલ મહાકુંભ સહિતના આયોજન અમલમાં મૂકી છે તેના થકી બાળકોમાં રહેલ વિવિધ કળાઓ અને કૌશલ્ય બહાર આવી છે. આજે મોબાઈલ યુગ અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી જૂની રમતો, આપણી ભાતીગળ સંસ્કૃતિ વિસરાતી જાય છે ત્યારે આ પ્રકારના આયોજનો આપણી સંસ્કૃતિની જાળવણીમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

ગુજરાતના વિવિધ 20 જિલ્લાઓમાંથી આવેલા સ્પર્ધકોએ વર્ષોથી ગુજરાતની સંસ્કૃતિનું ઘરેણું બનેલા લોકગીતો રજૂ કર્યા હતા અને મણીયારો, ટિપ્પણી અને આદિવાસીઓના નૃત્ય સહિતના લોક નૃત્ય રજૂ કર્યા હતા. શ્રી હંસાબેન સહિતના મહાનુભાવોએ આ કૃતિઓ નિહાળી હતી અને સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબીયા, ગ્લોબલ વેદાંત સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી બી.એ.ગામી તથા ટ્રસ્ટી હર્ષદભાઈ ગામી, સ્થાનિક અગ્રણીઓ સહિતના હાજર રહ્યા હતા.






Latest News