મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેનભાઈના જન્મદિન નિમિત્તે માધપરવાડી શાળાની બાળાઓએ "લાલો" ફિલ્મ નિહાળ્યું


SHARE









મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેનભાઈના જન્મદિન નિમિત્તે માધપરવાડી શાળાની બાળાઓએ "લાલો" ફિલ્મ નિહાળ્યું

મોરબીનું યંગ ઈન્ડિયા ગ્રૂપ વર્ષ દરમ્યાન હોળી,ધુળેટી,દિવાળી જન્માષ્ટમી જેવા તહેવારો નિમિત્તે સલ્મ વિસ્તારના ગરીબ બાળકો,જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવી, જરૂરિયાત મુજબની વસ્તુ અર્પણ કરી તહેવારોની વિશિષ્ટ ઉજવણી કરે છે,ક્રિષ્ના લોકમેળો,સંકલ્પ નવરાત્રીનું ભવ્ય અને દિવ્ય આયોજન કરે છે,વેલેન્ટાઈન ડે નહીં પણ વાત્સલ્ય દિવસની અનોખી શરૂઆત કરી ગરીબ બાળકોને ઓ.ડી.બીએમડબલ્યુ જેવી લકઝરીયસ કારમાં બેસાડી સમગ્ર મોરબી શહેરની જોય રાઈડ કરાવે છે,

આવા 135 જેટલા સેવાકીય પ્રકલ્પો કરતા યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક દેવેનભાઈ રબારીનો આજે જન્મ દિવસ હોય પીએમ શ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને હાલમાં સમગ્ર દેશ અને દુનિયામાં ધૂમ મચાવતું ગુજરાતી ચલચિત્ર "લાલો" સ્કાય મોલમાં બતાવી બાળાને ભાવતા ભોજન કરાવ્યા હતા,ફિલ્મ દર્શન કરી બાળાઓ ખુશખુશાલ થઈ ગઈ હતી અને તમામ બાળાઓએ દેવેનભાઈને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News