મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વતનમાં આવેલ બહાદુર દીકરીનું કરાયું અદકેરું સન્માન: મોરબીની પીન્ટુબેન કંઝારીયા નામની દીકરીએ CISF ની ટ્રેનિંગ લીધા બાદ દિલ્હી સંસદ ભવન ખાતે પોસ્ટિંગ મેળવ્યું


SHARE









મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતી પીન્ટુબેન કંઝારીયા નામની દીકરીએ તાજેતરમાં સીઆઈએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરીને દિલ્હી સંસદ ભવન ખાતે પોસ્ટિંગ મેળવ્યું છે અને ત્યારબાદ તે પ્રથમ વખત પોતાના વતનમાં ઘરે આવી રહી હતી જેથી કરીને કંઝારીયા પરિવાર તથા મોરબીના લોકો દ્વારા તેનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

છેલ્લા વર્ષોમાં સેનામાં ભરતી થવા માટે ગુજરાતી યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અને તેમાં પણ સેનામાં જોડાયા બાદ ટ્રેનિંગ લઈને પરત આવતા યુવક કે યુવતી તેમજ નિવૃત્ત થઈને આવતા યુવક કે યુવતીઓનું અદકેરું સન્માન કરવામાં આવે છે તેવા સમયે મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે શનાળા ગામ નજીક આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા
મનજીભાઈ પોપટભાઈ કંઝારીયાની દીકરી પીન્ટુબેન કંઝારીયા ભારતીય સેનામાં સીઆઈએસએફ માં જોડાયેલ અને તેને કમાન્ડો સુધીની તાલીમ લીધા બાદ તાજેતરમાં તેનું સૌપ્રથમ પોસ્ટિંગ દિલ્હી સંસદ ભવન ખાતે થયું છે ત્યારબાદ તેઓ પ્રથમ વખત પોતાના ઘરે વતનમાં આવી રહ્યા હોય મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પીન્ટુબેન કંઝારીયાના ઘર સુધી કંઝારીયા, સતવારા સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા પીન્ટુબેન કંઝારીયાનું અઅદકેરું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે તેઓને સાલ ઓઢાડીને તેમજ રામ મંદિરની
પ્રતિકૃતિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ હતા. 




Latest News