મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે ભણતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા, જુની યાદો તાજા કરી


SHARE













મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે ભણતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા, જુની યાદો તાજા કરી

મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા હતા અને સમયની જુની યાદો તાજા કરી હતી.

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા બી.એડ.ના વિદ્યાર્થીઓએ પુનઃ મળવાનું અને જૂની યાદો તાજી કરવા માટેનું આયોજન નક્કી કર્યું હતું. જોકે બી.એડ. કોલેજ હોવાના લીધે જુદા-જુદા જિલ્લાઓમાંથી અને રાજ્યની બહારથી પણ વિદ્યાર્થીઓ તે સમયે સાથે ભણતા હોવાથી વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરવો મુશ્કેલ હતો.છતાં પણ જેટલા વિદ્યાર્થીઓને મળી શકાય તેટલા વિદ્યાર્થીઓને એકત્રિત કરીને મળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વર્ષ 20006-07 માં એટલે કે 18 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. અને જેટલા મિત્રો સાથે મળી શક્યા તેટલા વિદ્યાર્થીઓ મોરબી નજીકના હોટલમાં મળ્યા હતા.

અને ત્યાં પોતાના વર્ષ 2006-07 માં સાથે રહ્યા તે સમયના યાદગાર કિસ્સાઓને વાગોળ્યા હતા.તથા આગામી દિવસોમાં આ કોલેજમાં સાથે ભણતા અને હાલ કોન્ટેકમાં ન હોય તેવા અન્ય મિત્રોનો પણ કોન્ટેક્ટ કરવા માટે શું કરી શકાય ? તે સહિતની બાબતોની ચર્ચા કરી હતી અને ભવિષ્યમાં વધુ સહપાઠીઓ કે જેઓ વર્ષો પહેલા સાથે અભ્યાસ કરતા હતા.તેઓને મળી શકાય તેઓની સાથે સમય વિતાવી શકાય અને જૂની યાદો તાજા કરી શકાય તે માટે આગામી દિવસોમાં વધુ પ્રયાસો કરીને વધુ મિત્રો એકત્ર થઈ શકે તેવું આયોજન કરવાનું પણ વિચારવામાં આવ્યું હતું અને સાથે સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો.મોરબીના મહેન્દ્રનગર ગામે વર્ષ 2006-07 માં જે.જે.પટેલ બી.એડ.કોલેજમાં અભ્યાસ કરતા જે કોઈ વિદ્યાર્થીઓ હાલ ગુજરાતના કોઇપણ જીલ્લામાં કે ગુજરાત બહારની કોઈપણ જગ્યાએ હોય અને તેઓ આ મિત્ર સર્કલના ગ્રુપનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો તેઓએ રાજેશ દેલવાડીયા, મો.98254 60002, હરદેવભાઈ ડાંગર મો.97273 67555 અથવા પત્રકાર જીગ્નેશ ભટ્ટ મો.94277 21546 નો સંપર્ક કરવો તેમ પણ યાદીમાં જણાવેલ છે.






Latest News