મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે યોજાયેલ 17 મો કામા અશ્વ શો  સંપન્ન: રેવાલ ચાલમાં બીજલ વિજેતા, કાઠીયાવાડી અને મારવાડી ઘોડાની ઓળખ માટે હોય છે 12 બાબ


SHARE













વાંકાનેર ખાતે યોજાયેલ 17 મો કામા અશ્વ શો  સંપન્ન: રેવાલ ચાલમાં બીજલ વિજેતા, કાઠીયાવાડી અને મારવાડી ઘોડાની ઓળખ માટે હોય છે 12 બાબ

મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે યોજાયેલા 17 માં કામા અશ્વ શો નો ગઇકાલે છેલ્લો દિવસ હતો ત્યારે ઘોડાની રેવાલ ચાલ, બેરલ શો, ઝમ્પિંગ સહિતની જુદી જુદી સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા અશ્વપાલકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને ઘોડાઓના કર્તબ જોઈને લોકોમાં ભારે રોમાન્ચ જોવા મળ્યો હતો અને વિજેતા ઘોડાના નામ જાહેર કરીને તેના માલિકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

છેલ્લા ત્રણ દિવસથી વાંકાનેરમાં ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ,પ્રવાસન વિભાગના સહયોગથી વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા 17 મો કામા અશ્વ શો યોજાયો હતો અને ત્રીદિવસીય આ કાર્યક્રમમાં ગુજરાત અને રાજસ્થાનથી 260 કરતાં વધુ અશ્વને લઈને અશ્વ પાલકો આવ્યા હતા અને ત્યાં ટુ ટીથ, દુધિયા દાંત, રેવાલ ચાલ ,બેરલ શો, ઝેમ્પિંગ, દોડ, એન્ડ્યુરન્સ રેસ વગેરે જેવી જુદી જુદી સ્પર્ધાઓની અંદર ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં હાજર રહેલા લોકો સમક્ષ અવનવા કરતાબો રજૂ કરવામાં આવ્યા હતા.

ગઇકાલે છેલ્લા દિવસે ઘોડાની રેવાલ ચાલની સ્પર્ધા યોજાઈ હતી અને તે સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માળી ગામની બીજલ નામની ઘોડી વિજેતા બની હતી જેને સીલ્ડ અને પ્રમાણપત્ર આપીને તેના માલિક ગઢવી કરસનભાઈ લખમણભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ગુજરાતના અશ્વપાલકોને પ્રોત્સાહન મળે તે માટે થઈને સરકાર દ્વારા યોજવામાં આવતા આવા કામો મહોત્સવથી અશ્વપાલકોની સંખ્યામાં વધારો થયો છે આટલું જ નહીં પરંતુ સારી નશલના અશ્વ પણ હવે જોવા મળી રહ્યા છે. છેલ્લા દિવસે લોકોમાં ઉત્સાહ અને રોમાન્ચ વધે તે માટે ગુજરાત પોલીસ માઉન્ટેન વિભાગ દ્વારા ટ્રેન કરેલા અશ્વ દ્વારા જમ્પિંગ, બેરલ શો સહિતના કર્તાબો રજૂ કરવામાં આવ્યા હતા જે જોઈને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.

12 બાબ આધારે કાઠીયાવાડી અને મારવાડી ઘોડાની થાય ઓળખ

કાઠીયાવાડી અને મારવાડી ઘોડા સમગ્ર ભારત દેશ નહીં પરંતુ વિશ્વની અંદર પ્રખ્યાત છે ત્યારે તાજેતરમાં વાંકાનેર ખાતે 17 મો કામા અશ્વ શો યોજાયો હતો જેમાં ગુજરાત અને રાજસ્થાનથી કાઠીયાવાડી અને મારવાડી ઘોડા લઈને અશ્વપાલકો આવ્યા હતા અને ખાસ કરીને જો વાત કરીએ તો કોઈપણ ઘોડો ઉભો હોય ત્યારે પહેલી નજરમાં કઈ રીતે તેને ઓળખી શકાય તેના માટે થઈને ચોક્કસ બહાર પ્રકારના બાબ હોય છે અને તે બાર બાર ઉપરથી ઘોડાની જાત નક્કી થતી હોય છે જેમાં ચાર ટૂંકા, ચાર લાંબા અને ચાર પહોળા બાબા હોય છે ખાસ કરીને કાઠીયાવાડી ઘોડા લડાયક હોય છે અને તેની કેસ વાળી લાંબી હોય છે, મોકલી મોટી હોય છે, ડોક ટૂંકી હોય છે આવા ક્ષણોના આધારે કાઠીયાવાડી ઘોડો નક્કી થાય છે. તેવુ વેટરનરી ડો. નિલેશ ભાડજાએ જણાવ્યુ હતુ.

જુદીજુદી સ્પર્ધાઓના વિજેતા અશ્વોના નામ

કામા અશ્વ શો અંતર્ગત યોજાયેલ જુદી જુદી સ્પર્ધાઓમાં ઉત્તમ કાઠીયાવાડી ઘોડીમાં પ્રથમ ક્રમે તણજ (માંજરીયા સત્યરાજસિંહ શિવરાજભાઈ), બીજા ક્રમે ચેસ્ટર (સંદીપભાઈ દાનાભાઈ હુંબલ), ત્રીજા ક્રમે રાધેી (મકવાણા સુરેશભાઈ દાનાભાઈ) વિજેતા બનેલ છે જ્યારે ઉત્તમ કાઠીયાવાડી વછેરી ટુ ટીથ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઢેલ (ખાચર દિવ્યરાજ શિવરાજભાઈ) બીજા ક્રમે રશ્મિન (અભિજીતસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા) અને ત્રીજા ક્રમે હિરલ (કેશવાલા નાગાજણભાઈ રામભાઈ) વિજેતા બને છે તો ઘોડાની રોવાલ ચાલની સ્પર્ધામાં પ્રથમ ક્રમે બીજલ (ગઢવી કરસનભાઈ લખમણભાઇ), બીજા ક્રમે પતંગ (પાદરા હેનિલ મુકેશભાઈ) અને ત્રીજા ક્રમે રોફ (ગઢવી દીપેનભાઈ આસાર્યોભાઇ) વિજેતા બનેલ છે






Latest News