મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની યુનિક સ્કૂલમાં અભ્યાસ કરતા શિવમ અંબાલીયાને જુદીજુદી બે રમતમાં બે ગોલ્ડ મેડલ


SHARE







મોરબીની યુનિક સ્કૂલમાં અભ્યાસ કરતા શિવમ અંબાલીયાને જુદીજુદી બે રમતમાં બે ગોલ્ડ મેડલ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ યુનિક સ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. યુનિલ સ્કૂલ દ્વારા દર બે વર્ષે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ સ્પોર્ટ્સ ડે માં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. સ્કૂલ પ્રસાશન અને વિદ્યાર્થીઓ ની મહેનતને કારણે વિદ્યાર્થીઓમાં રમતો પ્રત્યે રુચિ વધે છે. આ વર્ષે આયોજિત સ્પોર્ટ્સ ડે માં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિવિધ રમતો માં ભાગ લીધો હતો. યુનિક સ્કૂલમાં ધો. 5 માં અભ્યાસ કરતા શિવમ રાજેશભાઇ અંબાલીયાએ ચેસમાં ભાગ લીધો હતો અને તેમ તે પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હતું સાથે સાથે શિવમ અને તેના મિત્રોએ ટગ ઓફ વોર એટલે કે રસ્સા ખેંચમાં પણ ભાગ લીધો હતો જેમાં તેમની ટિમ પ્રથમ નંબરે આવી હતી જેના કારણે તેમાં પણ ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. શિવમ અંબાલીયાને સ્કૂલ ગેમમાં બે ગોલ્ડ મેડલ મળતા સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સીપાલ, કલાસ ટીચર અને સાથી વિદ્યાર્થી મિત્રો સહિત પરિવારજનોએ અભિનંદન આપ્યા હતા. બાળકોમાં ખેલ ભાવના વિકસે અને રમતો પ્રત્યે રુચિ વધે તે હેતુથી યુનિક સ્કૂલ દ્વારા દર બે વર્ષે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવે છે. આવા આયોજનો સફળ થાય તેની પાછળ સ્કૂલની અથાગ મહેનત હોય છે.






Latest News