મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી ખાતે ગુજરાત સ્ટેટ આઈસસ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઇ


SHARE









મોરબી ખાતે ગુજરાત સ્ટેટ આઈસસ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઇ

મોરબી આઈસસ્ટોક સ્પોર્ટ્સ એસો. દ્વારા ગત તા. 27 અને 28 ડિસેમ્બર 2025 ના રોજ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘ગુજરાત સ્ટેટ આઈસસ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના 10 અલગ-અલગ જિલ્લાઓમાંથી કુલ 80 જેટલા રમતવીરોએ U-16, U-19, U-23 અને ઓપન એજ ગ્રુપ જેવી વિવિધ કેટેગરીમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. અને સ્પર્ધાના અંતે આયોજિત મેડલ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે વિજેતા ખેલાડીઓને કાર્યક્રમના મુખ્ય અતિથિ ભરતભાઈ અમૃતીયા તેમજ જયેશભાઈ ગામી, પરેશભાઈ પારીયા, વિકાશકુમાર વર્મા, રવિરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ રાણા સહિતનાઓ દ્વારા મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનેલા તમામ ખેલાડીઓ હવે આગામી તા 23 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાનારી 'આઈસસ્ટોક સ્પોર્ટ્સ વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપ' માં ગુજરાત વતી રમવા જશે. જેથી તે તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવો તેમજ શાળાના સંચાલકોએ શુભકામનાઓ પાઠવી હતી.




Latest News