મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે આવેલ જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારી: બંને પક્ષેથી ત્રણ મહિલાને ઇજા


SHARE







મોરબીના નવલખી રોડે આવેલ જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારી: બંને પક્ષેથી ત્રણ મહિલાને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ત્રણ મહિલાઓને ઈજા થયેલ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાસેના ભાગમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ત્રણ મહિલાઓને ઈજા થઈ હતી જેમાં સોનલબેન હિતેશભાઈ નાગર અને સાક્ષીબેન રાજભાઈ રબારી રહે. બંને વાવડી રોડ મોરબી તથા સામાપક્ષેથી મિતલબેન સાગરભાઇ પલાણ (31) રહે. જલારામ એપાર્ટમેન્ટ મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

મારામારીમાં બનાવમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી બાળક સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈ આવ્યા હતા અને ઈજા પામેલા વ્યક્તિઓમાં સુરેશભાઈ લક્ષ્મણભાઈ ઉઘરેજીયા (30), સુનિતાબેન સુરેશભાઈ ઉઘરેજીયા (30), અર્જુન સુરેશભાઈ ઉઘરેજીયા (6) અને સમાપક્ષેથી વિજય લક્ષ્મણભાઈ ઉઘરેજીયા (28)શોભાબેન વિજયભાઈ ઉઘરેજીયા (26નો સમાવેશ થાય છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News