મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી મિત્ર સાથે નાસ્તો કરવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ


SHARE









મોરબીમાં ઘરેથી મિત્ર સાથે નાસ્તો કરવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ડી માર્ટ પાસે મિત્ર સાથે નાસ્તો કરવા માટે જવાનું કહીને યુવતી ઘરેથી નીકળી હતી અને ત્યાર બાદ યુવતી ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે તેની નોંધ કરીને ગુમ થયેલી યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

 જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીક આવેલ પ્રભુકૃપા ટાઉનશિપમાં રહેતા અરવિંદભાઈ મનુભાઈ જોધાણી (46)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓની 19 વર્ષની દીકરી સીમોબેન અરવિંદભાઈ જોધાણી ગુમ થયેલ હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ હતી જેમાં જણાવ્યું છે કે, મોરબીમાં આવેલ ડી માર્ટ પાસે મિત્ર સાથે નાસ્તો કરવા માટે જવાનું કહીને તેમની દીકરી ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના વાવડી રોડ કબીર પાર્કમાં રહેતા ઈલાબેન પ્રફુલભાઈ પંડ્યા (62) નામના વૃદ્ધાને મારામારીના બનાવમાં ઈજા થતાં ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના નાનીવાવડી ગામે રહેતા રતનબેન જસમતભાઈ રૂપાલા (82) નામના બાઈકમાંથી કંડલા હાઇવે રોડ ઉપર ઓમ પેલેસ નજીક પડી ગયા હતા જેથી તેઓને ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News