મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રોયલ પાર્કમાં નિયમિત-સમયસર પાણી આપવાની મહિલાઓની માંગ


SHARE







મોરબીના રવાપર ગામે રોયલ પાર્કમાં નિયમિત-સમયસર પાણી આપવાની મહિલાઓની માંગ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી આવતું ન હોવાના કારણે સ્થાનિક મહિલાઓ મહાપાલિકાની કલસ્ટર ઓફિસ ખાતે પહોંચી હતી અને પાણી વિતરણ નિયમિત અને સમયસર કરવામાં આવે તેવી મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી

મોરબીના રવાપર ગામમાં છેલ્લા છ દિવસથી રોયલ પાર્ક વિસ્તારમાં પાણી આવતું ન હોવાથી પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે આ અંગે સ્થાનિક મહિલાઓ સહિતના લોકો દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી અને ત્યારબાદ શુક્રવારે મહિલાઓ રવાપર ગામે આવેલ મહાકાલિકાની ક્લસ્ટર કચેરી ખાતે જઈને પાણી નિયમિત અને સમયસર આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ત્યારે સ્થાનિક જવાબદાર કર્મચારી કહ્યું હતું કે, હાલમાં પાણીની લાઈનનું હાલમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું છે જેથી પાણી આપવામાં આવી રહ્યું નથી. જો કે, તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી સ્થાનિક લોકોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવીને પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરવી પડે છે ત્યારે આ વિસ્તારના લોકોને નિયમિત અને સમયસર પાણી આપવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.






Latest News