મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે ભરતવન ફાર્મ ખાતે રવિવારે પૂર્વ સૈનિક સંમેલન યોજાશે


SHARE







મોરબીના ભરતનગર પાસે ભરતવન ફાર્મ ખાતે રવિવારે પૂર્વ સૈનિક સંમેલન યોજાશે

મોરબી નજીકના ભરતનગર ગામ પાસે આવેલ ભરત વન ફાર્મ ખાતે આગામી તા. 4 ને રવિવારના રોજ પૂર્વ સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના કલેક્ટર હાજર રહેશે.

રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીએ અખબાર યાદીમાં જણાવ્યુ છે કે,  મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે ભરત વન ફાર્મ ખાતે તા. 4/1 ને રવિવારના રોજ સવારે 11:00 થી બપોરના 2:00 વાગ્યા દરમ્યાન જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પૂર્વ સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબી જિલ્લામાં રહેતા પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ તેઓના પરિવારજનો સહિતના હાજર રહેશે. મોરબીમાં રહેતા પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ સહિતનાઓએ આ કાર્યક્રમમાં આવવા માટે આયોજકોએ જણાવ્યુ છે. 






Latest News