મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ દ્રારા રવિવારે ૨૪ મો સ્નેહ મિલન સમારોહ


SHARE









મોરબીના જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ દ્રારા રવિવારે ૨૪ મો સ્નેહ મિલન સમારોહ

મોરબીના શ્રી જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ આયોજીત તેજસ્વી તારલાઓનો શિલ્ડ તેમજ પ્રમાણપત્ર દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે.જેમાં સર્વેને સહપરિવાર આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.તા.૪ ને રવિવારના રોજ સાંજે ૪ વાગ્યે મીરેકલ પાર્ટી લોન્સ એસ. પી. રોડ, મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં મહેમાનોનુ સ્વાગત, દિપ પ્રાગટય, સ્વાગત ગીત, તેજસ્વી તારલાઓનુ સન્માન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાંતિલાલ અમૃતિયા (રાજયમંત્રી - શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગ),  દુર્લભજીભાઈ દેથરીયા(ધારસભ્ય ટંકારા-પડધરી), હેતલબેન જાકાસણીયા (સરપંચ જુના ઘાંટીલા ગ્રા.પં.) હાજર રહેશે.તેમજ બગથળા નકલંક ધામના મહંત દામજીભગત આર્શીવચન પાઠવશે.કાર્યક્રમને સફળ બનાવના સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ ત્રિભોવનભાઇ વિડજા, મંત્રી રાજેશભાઈ દેવજીભાઈ ઉભડીયા, ઉપપ્રમુખ વલ્લભભાઈ ઈશ્વરભાઈ વિડજા સુરેશભાઈ કુંવરજીભાઇ સબાપરા જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News