હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો બેટી બચાવો બેટી પઢાઓ: મોરબીમાં કોફી વિથ કલેક્ટર કાર્યક્રમમાં 100 જેટલી દીકરીઓએ કલેક્ટર સાથે કર્યો સીધો સંવાદ પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ પતિ સહિત પાંચ સામે નોંધાવી ત્રાસ-મારકૂટની ફરિયાદ


SHARE







મોરબીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ પતિ સહિત પાંચ સામે નોંધાવી ત્રાસ-મારકૂટની ફરિયાદ

મોરબીના સનાળા રોડ ઉપર સ્કાય મોલ પાસે આવેલ રામનગર સોસાયટીમાં હાલમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને નણંદની સામે શરરીક માનસિક ત્રાસ આપીને મારકૂટ કરતા હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

મોરબીના સનાળા રોડ પર આવેલ સ્કાય મોલ પાસે રામનગર સોસાયટીમાં રહેતા રીમાબેન રવિભાઈ પરમાર (30) એ હાલમાં તેના પતિ રવિભાઈ કનૈયાલાલ પરમાર, સસરા કનૈયાલાલ મોહનલાલ પરમાર, સાસુ રંજનબેન કનૈયાલાલ પરમાર, જેઠ હિરેનભાઈ કનૈયાલાલ પરમાર અને નણંદ ગીતાબેન રાજેશભાઈ મઘોડિયા રહે. બધા રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, આરોપીઓ અવાર-નવાર નાની નાની બાબતમાં અને ઘરકામ બાબતે તથા કરિયાવર બાબતે ફરિયાદીને હેરાન પરેશાન કરતા હતા ને દુઃખ ત્રા આપતા હતા તેમજ ફરિયાદીનો પતિ તેની સાથે મારકૂટ કરતો હતો. જેથી હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

એક બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલવાળા રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1107 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે મયુરભાઈ કાંતિભાઈ વાઘેલા (21) રહે. મુરલીધર હોટલ પાછળની શેરી ઇન્દિરા આવાસ સનાળા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા મોસીન મામદભાઈ કુરેશી (30) નામના યુવાનને રવાપર રોડ ઉપર આવેલ રાજ બેંકવાળી શેરીમાં મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News