મોરબીમાં એકીસાથે વિવિધ રોગની સારવાર માટેના ત્રણ કેમ્પ એક જ જગ્યાએ યોજાયા
મોરબીમાં ભૂલી પડી ગયેલ 6 વર્ષની બાળકીનું 181 ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ
SHARE
મોરબીમાં ભૂલી પડી ગયેલ 6 વર્ષની બાળકીનું 181 ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ
મોરબી પંકથામાંથી એક છ વર્ષની આસપાસની બાળકી રડતી હાલતમા મળી આવી હતી જેથી રિક્ષા ચાલક તેને નજીકના પોલીસ સ્ટેશને સોંપી ગયો હતો ત્યારે બાદ પોલીસે 181 ની ટીમને આ અંગેની જાણ કરી હતી જેથી મોરબી 181 અભયમ તથા પોલીસ દ્વારા બાળકીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને તેના પરિવારની માહિતી મેળવીને બાળકીને તેના પરિવારને સોંપી દેવામાં આવેલ છે.
મોરબીમાં બે દિવસ પહેલા રોજ સાંજના સમયે પોલીસ સ્ટેશનથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન આવેલ હતો કે, એક નાની બાળકી એકલી રસ્તા પર રડતી હતી અને ડરી ગયેલ હતી જેટી રિક્ષાવાળા ભાઈ બાળકીને પોલીસ સ્ટેશન ખાતે સોંપી ગયેલ હતા જે અંગેની 181 ટીમને જાણ કરી હતી હતી જેથી 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ વિલાસબેન તેમજ પાયલોટ મહેશભાઈએ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને અજાણી બાળકીને વિશ્વાસમાં લઈને તેના માતા પિતાની માહિતી મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાળકી ડરી ગયેલ હોવાથી કશું બોલતી ન હતી જેથી પ્રાથમિક માહિતી મળેલ ન હતી પરંતુ ઘણા પ્રયત્નો બાદ બાળકીનો પરિવાર મળી આવતા તેમનું કાઉન્સિલિંગ કરતા સામે આવ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશના છે અને મોરબી કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલ હોય તેઓ પોત પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકી રમતા- રમતા ઘણી દૂર નીકળી ગયેલ હતી અને રસ્તો ભૂલી ગયેલ હતી તેઓએ આજુ-બાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની બાળકી બાબતે પૂછપરછ કરેલ હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી જેથી તેઓ પણ ચિંતિત હતા ત્યાર બાદ તેમની પાસેથી દીકરીના તમામ આધાર-પુરાવા મેળવી તેમના પરિવારને સલાહ- સુચન માર્ગદર્શન અને કાયદાકીય માહિતી આપીને હવે પછી દીકરીનું ધ્યાન રાખવા માટે સમજાવીને દીકરી તેના પરિવાને સોંપીને બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવેલ છે.