પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાંથી પ્રતિબંધિત 6 ચાઈનીઝ ફિરકી સાથે બે શખ્સ પકડાયા


SHARE







મોરબીમાંથી પ્રતિબંધિત 6 ચાઈનીઝ ફિરકી સાથે બે શખ્સ પકડાયા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી બે શખ્સો પસાર થઈ રહ્યા હતા તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી પ્રતિબંધિત 6 ચાઈનીઝ ફિરકી મળી આવી હતી જેથી પોલીસે 3600 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને કલેક્ટરના જાહેરનામાના ભંગ સબબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકવામાં આવ્યા હતા અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી પ્રતિબંધિત 6 ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી પોલીસે 3600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ બંને શખ્સે વેચાણ કરવાના ઇરાદે પોતાની પાસે ચાઈનીઝ ફિરકી રાખી હોવાનું સામે આવ્યું છે જેથી હાલમાં પોલીસે કિરણભાઈ મગનભાઈ રહેસિયા (25) તથા રોહિતભાઈ ચંદુભાઈ પરમાર (20) રહે. બંને ગોકુનગર મોરબી વાળાને પકડીને તેની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કલેકટરના જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે

મારામારીમાં ઇજા

હળવદમાં રહેતા મુકેશ રતનભાઇ ઠાકોર (45) નામના યુવાનને મારામારીના બનાવમાં હળવદ માર્કેટયાર્ડ પાસે ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના ગુગણ ગામે રહેતા અમીકૈલાશભાઈ જીંજવાડીયા નામના વ્યક્તિને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News