મોરબીમાં ભૂલી પડી ગયેલ 6 વર્ષની બાળકીનું 181 ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ
મોરબીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ પતિ સહિત પાંચ સામે નોંધાવી ત્રાસ-મારકૂટની ફરિયાદ
SHARE
મોરબીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ પતિ સહિત પાંચ સામે નોંધાવી ત્રાસ-મારકૂટની ફરિયાદ
મોરબીના સનાળા રોડ ઉપર સ્કાય મોલ પાસે આવેલ રામનગર સોસાયટીમાં હાલમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને નણંદની સામે શરરીક માનસિક ત્રાસ આપીને મારકૂટ કરતા હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના સનાળા રોડ પર આવેલ સ્કાય મોલ પાસે રામનગર સોસાયટીમાં રહેતા રીમાબેન રવિભાઈ પરમાર (30) એ હાલમાં તેના પતિ રવિભાઈ કનૈયાલાલ પરમાર, સસરા કનૈયાલાલ મોહનલાલ પરમાર, સાસુ રંજનબેન કનૈયાલાલ પરમાર, જેઠ હિરેનભાઈ કનૈયાલાલ પરમાર અને નણંદ ગીતાબેન રાજેશભાઈ મઘોડિયા રહે. બધા રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, આરોપીઓ અવાર-નવાર નાની નાની બાબતમાં અને ઘરકામ બાબતે તથા કરિયાવર બાબતે ફરિયાદીને હેરાન પરેશાન કરતા હતા ને દુઃખ ત્રાસ આપતા હતા તેમજ ફરિયાદીનો પતિ તેની સાથે મારકૂટ કરતો હતો. જેથી હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
એક બોટલ દારૂ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલવાળા રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1107 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે મયુરભાઈ કાંતિભાઈ વાઘેલા (21) રહે. મુરલીધર હોટલ પાછળની શેરી ઇન્દિરા આવાસ સનાળા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા મોહસીન મામદભાઈ કુરેશી (30) નામના યુવાનને રવાપર રોડ ઉપર આવેલ રાજ બેંકવાળી શેરીમાં મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે