પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: જીલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિધ્ધ


SHARE







મોરબી જિલ્લામાં સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: જીલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિધ્ધ

મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હાલમાં જુદા-જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો, સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરુદ્ધ જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે સમગ્ર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૧/૧ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર, કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને-સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, સ્મશાન યાત્રાને, સરકારશ્રીના વિવિધ વિભાગો કે બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહીં. ઉક્ત જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાપાત્ર થશે.

જીલ્લામાં હથિયારબંધી

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧/૧ સુધી હથિયારબંધી ફરમાવેલ છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, શસ્ત્રો, સળગતી મશાલ અને બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા  ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા તેવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવાયો છે. 






Latest News