મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી 35 બોટલ દારૂ-15 બિયરના ટીન ભરેલ રિક્ષા સાથે એક પકડાયો


SHARE































મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી 35 બોટલ દારૂ-15 બિયરના ટીન ભરેલ રિક્ષા સાથે એક પકડાયો

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂની નાની 35 બોટલ તથા 15 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ, બિયર તથા રીક્ષા મળીને 56,555 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરેલ છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે 1 ટીબી 4387 ને રોકવામાં આવી હતી અને તેને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની 35 બોટલ તથા બિયરના 15 ટીન મળી આવતા પોલીસે દારૂ બિયરનો જથ્થો તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા કુલ મળીને 56,555 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિષ્ણુભાઈ પેલાદભાઈ પાટડીયા (28) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરા મોરબી મૂળ રહે. નરાડી તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

બાઇક સ્લીપ

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વિંધાભાઇ મહેશભાઈ (30) નામનો યુવાન બાઈક લઈને આઈટીઆઈ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

આગ લાગતાં નુકશાન

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની પાછળના ભાગમાં નકલંગ પાર્કમાં રહેતા વિપુલભાઈ પ્રાગજીભાઈ ફેફર (45)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે ભડીયાદ ગામની સીમમાં આવેલ વેલમાઈકા પ્રા.લિ. માં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે ભૂસીના રૂમમાં અને ગ્રાઇન્ડીંગ રૂમમાં વાયરીંગની પેનલ બળીને ખાખ થઈ ગઈ છે અને આગના લીધે કારખાનામાં નુકસાન થયું છે જેથી આ અંગેની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.












Latest News