પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાની બસની ટાયર ફાટતા રણમલપુર નજીક વીજપોલ સાથે અથડાઈ


SHARE







મોરબીના આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાની બસની ટાયર ફાટતા રણમલપુર નજીક વીજપોલ સાથે અથડાઈ

મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાના બાળકોને લઈને તેની બસ હળવદ તાલુકામાં ગયેલ હતી ત્યારે રણમલપુર અને ધણાદ ગામ વચ્ચે બસની ટાયર ફટયું હતું જેથી કરીને બસ વીજપોલ સાથે અથડાઇ હતી જો કે, અકસ્માતના કોઈ જાનહાનિ થયેલ નથી.

મોરબીના આમરણ ગામે આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલના 47 વિદ્યાર્થીઓને લઈને તેની બસ ઘુડખર અભ્યારણનો પ્રવાસ કરવા માટે ગયેલ હતી ત્યારે ત્યાંથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ ભરેલ બસ હળવદના રણમલપુર અને ધણાદ ગામ વચ્ચે હતી ત્યારે બસનું ટાયર અચાનક ફાટ્યું હતું, જેથી બસના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. અને બસ સીધી વીજપોલ સાથે અથડાઈ હતી. જોકે, બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. અને વીજપોલની ઓથ આવી જવાના લીધે તે બસ પલટી મારી ન હતી જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. અને અકસ્માતનો આ બનાવ બનેલ હતો ત્યારે બસમાં કુલ મળીને 52 લોકો બેઠેલા હતા.






Latest News