મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો
Breaking news
Morbi Today

સિરમિક પ્રોડક્ટ ઉપર જીએસટી ઘટાડો-નેચરલ ગેસને જીએસટીમાં સમાવો: મોરબી સિરામિક એસો.ની કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત 


SHARE





સિરમિક પ્રોડક્ટ ઉપર જીએસટી ઘટાડો-નેચરલ ગેસને જીએસટીમાં સમાવો: મોરબી સિરામિક એસો.ની કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત 

આગામી કેન્દ્રીય બજેટ-2026 ને ધ્યાને રાખીને મોરબી સિરામિક ઉદ્યોગ માટે માળખાકીય સુવિધાઓ સહિતની બાબતોને લઈને મોરબીના સિરામિક એસો. દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને મોરબી-રાજકોટ સિરામિક ક્લસ્ટર માત્ર એક ઉદ્યોગ નહીં પરંતુ ભારત માટે એક વૈશ્વિક ઔદ્યોગિક સંપત્તિ છે. સિરામિક ઉત્પાદનો પર 5 % GST, નેચરલ ગેસને GST હેઠળ લાવવો તથા CGCRI સમાન લેબોરેટરી અને તાલીમ કેન્દ્રોની સ્થાપના જેવા પગલાં લેવામાં આવે તેઓ આ ઉદ્યોગને ઘણો ફાયદો થાય તેમ છે આટલું જ નહીં લાંબા ગાળે ટકાઉ વિકાસ, રોજગાર સર્જન અને નિકાસ વૃદ્ધિ પણ સુનિશ્ચિત થશે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ ભારતના ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ, રોજગાર સર્જન તેમજ MSME આધારિત આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. છતાં, છેલ્લા કેટલાક વર્ષોમાં સિરામિક ઉદ્યોગને હાઈ એનર્જી કોસ્ટ, ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર, વૈશ્વિક માંગમાં મંદી, લોજિસ્ટિક્સ ખર્ચ, પર્યાવરણીય અનુપાલનનું દબાણ તથા સસ્તી નાણાકીય સુવિધાઓની મર્યાદિત ઉપલબ્ધતા જેવી ગંભીર માળખાકીય અને સંચાલન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવનારા કેન્દ્રીય બજેટમાં સિરામિક ઉદ્યોગ માટે કેટલીક રજૂઆતો કરલે છે જેમાં સિરામિક ઉપર લાગતો GST 18 ટકામાંથી ઘટાડીને 5 ટકા કરવામાં આવે તો સિરામિકની માંગમાં વધશે અને કરચોરી ઘટશે. MSME આધારિત સિરામિક ઉત્પાદકોને તાત્કાલિક રાહત મળશે તથા ઔપચારિકીકરણને પ્રોત્સાહન મળશે.

નેચરલ ગેસ સિરામિક ઉદ્યોગ માટે મુખ્ય કાચો માલ છે. પરંતુ તે હજુ જીએસટીના દાયરાથી બહાર હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતો નથી અને કરનો ભાર વધે છે. જેથી નેચરલ ગેસને GST વ્યવસ્થામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ માંગણી સંતોષવામાં આવે તો સિરામિક ઉદ્યોગકારોને ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વૈશ્વિક સ્તરે ભાવ સ્પર્ધાત્મકતા મોરબીના ઉદ્યોગકારોને ફાયદો થશે. આ ઉપરાંત મોરબીમાં CGCRI સમાન લેબોરેટરી, R&D તથા તાલીમ સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. NPA માં ઘટાડા વિના સિરામિક MSME માટે વિશેષ લોન રી-સ્ટ્રક્ચરિંગ યોજના, વર્કિંગ કેપિટલ લોન પર વ્યાજ સહાય, CGTMSE ગેરંટી મર્યાદામાં વધારો વિગેરે જેવી અનેક માંગણીઓ કરવામાં આવેલ છે.




Latest News