મોરબીના આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાની બસની ટાયર ફાટતા રણમલપુર નજીક વીજપોલ સાથે અથડાઈ
મોરબી સબજેલના બંદીવાનો જીવનનો સાચો રાહ બતાવવા યંગ ઇન્ડિયા ગ્રુપે જેલમાં લાલો ફિલ્મ દેખાડી
SHARE
મોરબી સબજેલના બંદીવાનો જીવનનો સાચો રાહ બતાવવા યંગ ઇન્ડિયા ગ્રુપે જેલમાં લાલો ફિલ્મ દેખાડી
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી સબજેલના બંદીવાનોંને "લાલો- કૃષ્ણ સદા સહાયતે " ફિલ્મ બતાવવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી આ હકારાત્મક જીવનશૈલીનો મેસેજ આપતી ખુબ જ સુંદર ફિલ્મ બતાવી જેલમાં બંદીવાનોને માનસિક તણાવ દૂર થાય તેવો જેલ તંત્ર દ્વારા સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે.
મોરબી જેલના ૩૧૯ બંદીવાનો માટે હકારાત્મક દ્રષ્ટિકોણ અને માનસિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી જેલના મુખ્ય ટાવર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ગુજરાતી ફિલ્મ ‘લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે’નું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. મોરબીના યંગ ઇન્ડિયા ગૃપના ડો દેવેનભાઈ રબારીના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો અને સબજેલ ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ એચ.એ.બાબરીયાએ આ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. જેલના તમામ સ્ટાફ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
જેલ અધિક્ષક એચ.એ.બાબરીયાએ જણાવ્યુ હતું કે, આ પ્રકારની પ્રેરક પહેલ જેલ તંત્ર દ્વારા કરવામાં આવી આ પાછળનું મુખ્ય કારણ જેલમાં બંધ બંદીવાનોમાં માનસિક તણાવ ઘટાડવામાં અને સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય ઉદેશ છે સાથે સાથે બંદીવાન ભાઈઓના માનસિક રીતે પણ ખુબ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને ‘લાલો - કૃષ્ણ સદા સહાયતે ’ ફિલ્મ જે કર્મના સિદ્ધાંત પર આધારિત છે, તે કેદીઓને તેમના ભૂતકાળ પર વિચાર કરવા અને ભવિષ્યમાં સારો માર્ગ અપનાવવા માટે પ્રેરણા આપી શકે છે.
અંતમાં ડૉ.દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, જીવનમાં પરિસ્થિતિ કેટલીય મુશ્કેલ કેમ ન હોય, પરંતુ માનવી જો આત્મચિંતન, કર્મના સિદ્ધાંતો અને સકારાત્મક વિચારસરણીને જીવનમાં સ્થાન આપે તો નવી શરૂઆત હંમેશા શક્ય બને છે. તેમણે બંદીવાનોને માનસિક રીતે મજબૂત રહેવા, યોગ, ધ્યાન અને સદ્કર્મના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. અને ખાસ કરીને જેલ માત્ર દંડનું સ્થળ નથી, પરંતુ જીવન સુધારાનું કેન્દ્ર બની શકે છે.