મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક રોડ ક્રોસ કરતાં સમયે બોલેરોના ચાલક હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE































મોરબી નજીક રોડ ક્રોસ કરતાં સમયે બોલેરોના ચાલક હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે નાસ્તો કરીને રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પત્નીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા બિલામસિંહ નંદેશભાઈ બામણીયા (43) નામનો યુવાન ગત તા 3/1 ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન તેને બોલેરો કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્ની સોમુબેન બીલામસિંગ બામણીયા (43) રહે. હાલ વેજલપર મૂળ રહે. એમપી વાળાએ બોલેરો ગાડી નંબર જીજે 3 બિઝેડ 7936 ના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન તેની પત્ની સહિતના કુલ પાંચ લોકો સાથે તેના વતનમાં જઈ રહ્યો હતો તેવામાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી એમપીની બસમાં બેસતા પહેલા તે નાસ્તો કરવા માટે થઈને ગયો હતો અને ત્યાંથી પછી આવી રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતાં સમયે બોલેરો ગાડીના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થવાથી સારવાર દરમ્યાના તે યુવાનનું મોત નીપજયું છે.












Latest News