મોરબી નજીક રોડ ક્રોસ કરતાં સમયે બોલેરોના ચાલક હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીમાં ઉમિયા સર્કલ પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીને ઇજા
SHARE
મોરબીમાં ઉમિયા સર્કલ પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીને ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર ઉમિયા સોસાયટીના ગેટ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વૃદ્ધ અને તેના પત્નીને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ઈજા પામેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીમાં સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે આવેલ ઉમિયા સોસાયટીમાં રહેતા હરજીવનભાઈ ડાયાભાઈ કાલાવાડિયા (73)એ અજાણી સફેદ કલરની કારના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ઉમિયા સોસાયટીના ગેટ પાસે અજાણી કારના ચાલકે ફરિયાદી તથા સાહેદ તેમના પત્ની લાભુબેન બાઈક નંબર જીજી 36 એએચ 3001 માં જતાં હતા ત્યારે હડફેટે લેતા ફરિયાદીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી અને તેઓના પત્નીને જમણા ખભામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધે નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ ફરિયાદ અને તેના પત્ની બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પોતાની સોસાયટીમાં જવા માટે રોડ ક્રોસ કરતાં સમયે અજાણી સફેદ કલરની કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો.
300 લિટર આથા સાથે એક પકડાયો
મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામના બેઠા પુલની બાજુમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 300 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 7500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ધીરુભાઈ છગનભાઈ ઝીઝવાડીયા (49) રહે. જુના જાંબુડીયા વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.