હળવદના વેગડવાવ નજીક આખલાએ બાઇકને હડફેટે લેતા જીઆરડી જવાનનું મોત
મોરબીના પાવડિયારી પાસે અપના બજાર નામના કોમ્પલેક્ષની 13 દુકાન સહિત 22 સ્થળ વિજા ચોરી ઝડપાઇ, 16 લાખથી વધુનો દંડ
SHARE
મોરબીના પાવડિયારી પાસે અપના બજાર નામના કોમ્પલેક્ષની 13 દુકાન સહિત 22 સ્થળ વિજા ચોરી ઝડપાઇ, 16 લાખથી વધુનો દંડ
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ તથા જુદા જુદા ત્રણ ગામમાં વીજ કંપનીની 14 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે 13 દુકાન અને 9 જેટલા રહેણાંક મકાનોમાં વીજ ચોરી સામે આવી હતી જેથી કરીને 16 લાખથી વધુનો દંડ જુદા જુદા આસામીને ફટકારવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં સમયાંતરે વીજ ચેકિંગ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે મોરબી, જામનગર અને કચ્છ જિલ્લાની વિજિલન્સની ટીમો દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે મોરબીના જેતપર ઉપર આવેલ પાવડીયારી ચોકડી પાસે આવેલ અપના બજાર નામના કોમ્પલેક્ષની અંદર વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે એક બે નહીં પરંતુ 13 જેટલી દુકાનોમાં પાવર ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી જુદાજુદા આસામીઓને કુલ મળીને 9.65 લાખ રૂપિયા જેટલો દંડ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મોરબી તાલુકાના પીલુડીમ ગુંગણ અને કૃષ્ણનગર ગામે વીજ કંપનીની ટીમો વહેલી સવારે ત્રાટકી હતી અને જુદા જુદા 9 જેટલા રહેણાંક મકાનોની અંદર વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને જુદાજુદા આસામીઓને કુલ મળીને 6 લાખ જેટલો દંડ કરવામાં આવ્યો હતો આમ કુલ મળીને 14 જેટલી ટીમો દ્વારા કરવામાં આવેલ ચેકિંગની કાર્યવાહી દરમ્યાન 22 વીજ કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી જેથી કરીને 16 લાખથી વધુનો દંડ કરવામાં આવેલ છે.