પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબી એલ.ઇ.કોલેજની પ્લેટનીયમ જયુબિલીની ઉજવણીમાં પૂર્વ વિદ્યાર્થી અને રાજ્યમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના હજારો લોકો હાજર રહ્યા


SHARE







મોરબી એલ.ઇ.કોલેજની પ્લેટનીયમ જયુબિલીની ઉજવણીમાં પૂર્વ વિદ્યાર્થી અને રાજ્યમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના હજારો લોકો હાજર રહ્યા

મોરબીમાં આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજના એલ.ઇ. કોલેજને 75 વર્ષ પૂર્ણ થતા લેંકો એલ્યુમની એસો. દ્વારા એલ.ઇ.કોલેજની પ્લેટનીયમ જયુબિલીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ કોલેજમાં 1950 થી અત્યાર સુધી અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેઓએ પોતાની જૂની યાદોને તાજા કરી કરી હતી આ તકે ખાસ કરીને કોલેજના પૂર્વ વિદ્યાર્થી તથા રાજ્યના વર્તમાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્રના અને ગુજરાતના વિદ્યાર્થીઓને સારું ટેકનિકલ અને ઈજનેરી શિક્ષણ માટે તે માટે વર્ષો પહેલા મોરબીના રાજા લખધીરસિંહજી જાડેજા દ્વારા પોતાનો રાજમહેલ એલ.ઇ. કોલેજ બનાવવા માટે આપી દેવામાં આવેલ હતો. અને ત્યાં છેલ્લા 75 વર્ષમાં આ કોલેજે હજારોની સંખ્યામાં સમાજને ઇજનેરો આપ્યા છે. તેમાં શંકા ને કોઈ સ્થાન નથી ત્યારે આ એલ.ઇ.કોલેજના 75 વર્ષ પૂર્ણ થતા હોય મોરબીના આંગણે લેંકો એલ્યુમની એસોસિએશનના નેજા હેઠળ એલ.ઇ.કોલેજની પ્લેટિનમ જયુબિલીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે આજે રાજ્યના મંત્રી તથા મોરબી એલ.ઇ.કોલેજના પૂર્વ વિદ્યાર્થી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેઓએ પોતાના કોલેજ કાળના દિવસોને યાદ કર્યા હતા અને સંઘર્ષમય કાળ દરમિયાન કઈ રીતે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવ્યું હતું અને આજે ગુજરાત અને દેશના વિકાસમાં કઈ રીતે ઇજનેરો યોગદાન આપી રહ્યા છે તેની યાદોને તાજા કરી હતી

આ ઉપરાંત કોલેજના પૂર્વ વિદ્યાર્થી પ્રહલાદભાઈ પટેલ સહિતનાઓએ વર્તમાન સમયમાં ઈજનેરોએ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ તો તેઓને સફળતા મળે તેના વિશેની કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન 15 મો ગોલ્ડ મેડલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 8 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં લેંકો એલ્યુમની એસોસિએશન દ્વારા આયોજિત આ પ્લેટિનમ જયુબિલીની ઉજવણીના કાર્યક્રમોમાં સમગ્ર ગુજરાત અને ભારતમાંથી એલ.ઇ.કોલેજના અંદાજે 2500 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા હતા તેવું આયોજકોએ જણાવ્યું છે.






Latest News