વાંકાનેરના ચંદ્રપુર પાસે કારને રોકી યુવાન ઉપર છરી-ધોકા વડે હુમલો કરીને ૨૭ લાખની લૂંટ
મોરબીમાં નવયુગ કિડ્સ-નવયુગ પ્રિસ્કૂલમાં બે દિવસીય ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનાર યોજાયો
SHARE
મોરબીમાં નવયુગ કિડ્સ-નવયુગ પ્રિસ્કૂલમાં બે દિવસીય ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનાર યોજાયો
મોરબીની નામાંકિત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિવિધ વિભાગોમાં સમયાંતરે ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનારનું આયોજન થતું હોય છે તેના ભાગ રૂપે નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલ ( ઈંગ્લીશ મિડિયમ )ના ટીચર્સ માટે ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પ્રથમ દિવસે રાજકોટના નામાંકિત સાઇકોલીજીસ્ટ તેમજ મોટિવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયાએ માર્ગદર્શન આપેલ હતું અને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાસરએ પોતાના બહોળા અનુભવનો નિચોડ આપી બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવવો તે અંગે માહિતગાર કર્યા હતા.આ સેમિનારના બીજા દિવસે ચાઈલ્ડ સાઇકોલીજીસ્ટ ડો.નિયતિ ભટ્ટ (લંડન)એ ચાઈલ્ડ સાઇકોલોજી તેમજ નાના બાળકોને લગતા વિવિધ મુદ્દાઓ પર ટ્રેઇનિંગ આપેલ હતી આ સેમિનારને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડો.પરેચામેમ,કોર્ડિનેટર રશ્મિમેમ ,પિન્કીમેમએ જહેમત ઉઠાવી હતી.