મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ સુરતની જેલ હવાલે


SHARE































હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ સુરતની જેલ હવાલે

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા હાલમાં પોલીસે આરોપીની પાસા હેઠળ ધરપકડ કરીને તેને સુરત લાજપોર જેલ હવાલે કરેલ છે

મોરબી જિલ્લાના વિસ્તારમાં દારૂ, મારામારી સહિતના ગુનાઓમાં અવારનવાર સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મૂકીને તેને જેલ હવાલે કરવામાં આવતા હોય છે તેવામાં હળવદ તાલુકા વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલ શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરીને વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી પોલીસે હાલમાં પાસા હેઠળ આરોપી પ્રવીણભાઈ લાખાભાઈ પગી (40) રહે. લાકડીયા પગીવાસ તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરીને તેને સુરતની લાજપોર જેલ હવાલે કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ રામજીભાઈ પાટડીયા (60) નામના વૃદ્ધ વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માતના બનાવમાં તેઓને માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ તુલસી પાર્ક શિવ પેટ્રોલ પંપ પાછળના ભાગમાં રહેતા બ્રિજેશભાઈ ગોહિલ બાઇક લઈને શબરી હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા હીર ગોહિલ (11)ને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.












Latest News