મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન


SHARE































મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન

મોરબી તાલુકામાં કર્મયોગી તરીકે ફરજ બજાવતા કડવા પાટીદાર પરિવારના બંધુ ભગીનીઓનું ગ્રૂપ શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમ દ્વારા સમાજમાં એકતા અને એકજુટતાની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન,  મોટિવેશન  અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન રવાપર ઘુનડા રોડ પર આવેલ દ્વારકાધીશ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પાટીદાર શિક્ષક સમાજના ફાઉન્ડર સંદીપભાઈ આદ્રોજા, મનોજભાઈ પનારા, ડો.મનુભાઈ કૈલા, દિનેશભાઈ વડસોલા, સહિતના ખાસ હાજર રહ્યા હતા. આ સમારોહ અંતર્ગત ઘો.10, ઘો.12 તેમજ મેડિકલના MBBS, M.D.ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ હાલમાં કલાસ-2 એવા ટંકારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણણાધિકારી ધર્મેન્દ્રભાઈ જીવાણી તેમજ અન્ય બઢતી પામેલ કર્મયોગીનું મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન કર્યું હતું. આ સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. અને કાર્યક્રમનુ સંચાલન શૈલેષ ઝાલરીયા, હર્ષદભાઈ મારવણીયા, રાજેશભાઈ મોકાસણા દ્વારા કરવામાં આવ્યું હતું.












Latest News