પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

ભુજ ખાતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી સાંસદ પતંગ મહોત્સવ યોજાયો


SHARE







ભુજ ખાતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી સાંસદ પતંગ મહોત્સવ યોજાયો

ઉત્તરાયણ પર્વ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ઉતરાયણના દિવસે સ્નાન, દાન અને સૂર્ય ભગવાનની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. જ્યારે આકાશ પતંગોથી ભરાઈ જાય છે. આ પર્વની સેવા વસ્તીના બાળકો આનંદ સાથે ઉજવણી કરી શકે તે હેતુથી કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી ભુજ ખાતે સાંસદ પતંગ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સેવા વસ્તીના બાળકોને પતંગ દોરાનું વિતરણ કરાયું અને તેમની સાથે ઉમંગથી આ પર્વની ઉજવણી કરવામાં આવી. પ્રકૃતિ પૂજા અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિનો આ તહેવાર સૌના જીવનમાં નવી ઉર્જા અને ખુશીઓ લાવે એવી આશા સાથે સાંસદ વિનોદભાઈએ સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.. આ પ્રસંગે દિલીપભાઇ દેશમુખ, રશ્મિબેન સોલંકી, દેવરાજભાઈ ગઢવી, મનીશભાઈ બારોટ, કમલભાઈ ગઢવી, અશોકભાઇ હાથી, વિરમભાઇ આહીર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News