હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ


SHARE







અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ

દેશનાં સૌથી મોટા રાષ્ટ્રીય પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) દ્વારા ગુજરાત પ્રદેશ સંગઠન ના પુનઃનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પત્રકાર સુરક્ષા કાનૂન ની માંગ સાથે દેશભર માં અભિયાન ચલાવી રહેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) દ્વારા ગુજરાતમાં પણ આ લડત ને આગળ વધારવાના હેતુથી મજબૂત સંગઠન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સંગઠન દ્વારા આ સાથે જ સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોઈપણ ફુલ ટાઈમ પત્રકાર સંગઠન ની વેબ સાઇટ પર જઈને સીધા જ આ સંગઠન ના સદસ્ય બની શકે છે. ગુજરાતમાં માત્ર ફુલ ટાઈમ પત્રકારત્વ સાથે જોડાયેલા પત્રકારો નો જ સંગઠનમાં સમાવેશ કરવામાં આવશે. પીળું પત્રકારત્વ કરતા અને માત્ર પ્રેસ કાર્ડ ધારક જ હોય તેવા નામ માત્રના વ્યક્તિઓ ને સંગઠન માં સદસ્યતા આપવામાં આવશે નહી તેવું પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા એ અખબારી યાદી માં જણાવ્યું છે. આ સાથે ગુજરાતના તમામ 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક કરવામાં આવી છે જેઓ જે તે જિલ્લામાં જિલ્લા અને તાલુકા સમિતિઓ ની રચના કરશે. જિલ્લા સમિતિઓ ની રચના બાદ પ્રદેશ સમિતિની રચના કરવામાં આવશે જેમાં સક્રિય સદસ્યોને અગત્યની જવાબદારીઓ સુપરત કરવામાં આવશે.






Latest News