મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા ભાજપ પરિવારે કરી આતિશબાજી ​​​​​​​મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ


SHARE















મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ

મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અને લગભગ ૫૦ ટકાથી વધુ કામ પૂરું થઈ ગયું છે અને હાલમાં પણ ડી.આઈ. પાઇપલાઇનનું કામ પ્રગતિમાં છે જો કે, આ કામ પૂરું થયા પછી લોકોની સુવિધામાં અનેક ગણો વધારો થશે.

મોરબી મહાનગરપાલિકાના વોટરવર્કસ શાખાના અધ્યક્ષએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, શહેરીજનોને સુવ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે તે હેતુસર શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી પ્રગતિ હઠળ છે. આ કામગીરી માટે કુલ અંદાજીત ખર્ચ ૪૬.૩૮ લાખની ગ્રાન્ટ સરકારમાંથી મંજુર થઈને મળી આવેલ છે. આ યોજના અંતર્ગત ૧૫૦ મી.મી. તથા ૨૫૦ મી.મી. વ્યાસની ડી.આઈ. (D.I.) પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી શરુ  કરવામાં આવી છે. આ યોજનામાં હાલની જૂની પાણીની પાઇપ લાઇનને બદલે નવી ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવનાર છે  તેમજ આ યોજનામાં વાલ્વનો પણ સમાવેશ કરેલ છે જેના લીધે આ  સમગ્ર  વિસ્તારમાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહશે. આ યોજના પૂર્ણ થયે આ વિસ્તારના છેવાડાના  ઘરો સુધી પાણી પુરવઠો નિયમિત રીતે મળી રહે તે માટે આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવ્યો  છે. આ યોજના અંતર્ગત ૮૨૫ મીટરની પાઈપલાઈન નાખવાની મંજુરી મળેલ છે. જેમાંથી ૪૮૦ મીટર પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. આ નવી DI પાણીની લાઈનનું કામ પૂર્ણ થયા બાદ લગત વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધામાં અનેક ગણો  સુધારો થશે.






Latest News