મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ
SHARE
મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ
મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE ખાતે બે દીવસીય યુવા સંસદ નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ધો-૬ થી ૯ ના ૬૫ થી વધુ વિદ્યાર્થીઓએ વડા પ્રધાન, ગૃહ પ્રધાન, વિવિધ ખાતા ના પ્રધાન, લોકસભા ના સ્પીકર, લોકસભા ના સાંસદ, વિરોધ પક્ષ ના નેતા બની રાષ્ટ્રીય મુદાઓ પર જુસ્સાભેર ચર્ચા તેમજ ડીબેટ કરી હતી. વિદ્યાર્થીઓ માં લોકશાહી ના મુલ્યો નો વિકાસ થાય તેમજ વક્તૃત્વ શક્તિ વિકસે તે હેતુસર લોકસભા ના સત્ર નું બે દીવસિય આયોજન કરવા માં આવ્યુ હતું. આ તકે સંસ્થાના ટ્રસ્ટી નારૂભા જેઠવા સાહેબ, સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, મોરબી બાર એસો.ના પ્રેસિડન્ટ દીલીપભાઈ અગેચણીયા, મોરબી-સુરેન્દ્રનગર જીલ્લા ગવર્નમેન્ટ પ્લીડર નિરજભાઈ કારીયા, મોરબી પ્રેસ એસોસિયેશન પ્રેસિડન્ટ રવિભાઈ ભડાણીયા, એડવોકેટ કનૈયાભાઈ, મહેતા સાહેબ, સ્લોગન ગૃપ ના મહીલા ઉદ્યોગસાહસિક મિસીસ મિતલબેન સંઘાણી, રવિભાઈ બરાસરા, રાકેશભાઈ પંડ્યા, પિયુશભાઈ બોપલીયા, OSEM CBSE ના પ્રિન્સિપાલ દીપાબેન શર્મા, ઓમવીવીઆઈએમ કોલેજ ના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, OSEM GSEB ના પ્રિન્સિપાલ સના મેમ, માસુમ વિદ્યાલય ના પ્રિન્સિપાલ અંકીતભાઈ માવાણી, હાર્દીકભાઈ મહેતા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓની વાક ચાતુર્ય તેમજ વાક છટાએ સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભવોએ વિદ્યાર્થીઓમાં લોકશાહી ની ભાવના તેમજ નેતૃત્વ શક્તિ ના વિકાસ અર્થે આયોજીત આ કાર્યક્રમ બદલ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.